હસતાં રમતાં ભણવું મારે  


ભાષાઓની વાર્તા - કવિતાઓમાં વહેવું છે મારે 
નથી તણાવું મારે 

ગણિત કેરા સરવાળા -બાદબાકીમાં સરકવું મારે 
નથી લપસવું મારે 

જ્ઞાનના ખજાના સમ વિજ્ઞાનને વાગોળવું મારે 
નથી વિસરવું મારે  

α, b ,c , d  ની  બનાવવી નિસરણી મારે 
નહીં લપસણી મારે 

સમાજવિદ્યાનો સમજવો મારે  ખજાનો ,
નહીં જોઈએ  બોરો બોજાનો

'ના ' મને કહેશો બિલકુલ નહીં કરવી છે આજ,
  એક વાત ખાસ

અહીં તો છે પરીક્ષા, દફતર, પુસ્તકો તણા ,
જ્ઞાનનો છે  બોજો ખાસ.

છે પ્રોજેક્ટસ અને પ્રેક્ટિકલની  પરીક્ષાની 
ઘરમાળ નો બોજો ખાસ.

છે એક તરફ ગૃહકાર્યનો તો બીજી બાજુ,
આકાંક્ષા -અપેક્ષાનો બોજો

દફ્તરનો બોજો ઉંચકતો વિદ્યાનો અર્થી બન્યો, 
બાળ મજૂર શિક્ષણમાં થરકી

                                                                     -'રુપાલી '

Comments

Post a Comment