Posts

હસતાં રમતાં ભણવું મારે     ભાષાઓની વાર્તા - કવિતાઓમાં વહેવું છે મારે  નથી તણાવું મારે  ગણિત કેરા સરવાળા -બાદબાકીમાં સરકવું મારે  નથી લપસવું મારે  જ્ઞાનના ખજાના સમ વિજ્ઞાનને વાગોળવું મારે  નથી વિસરવું મારે   α, b ,c , d  ની  બનાવવી નિસરણી મારે  નહીં લપસણી મારે  સમાજવિદ્યાનો સમજવો મારે  ખજાનો , નહીં જોઈએ  બોરો બોજાનો 'ના ' મને કહેશો બિલકુલ નહીં કરવી છે આજ,   એક વાત ખાસ અહીં તો છે પરીક્ષા, દફતર, પુસ્તકો તણા , જ્ઞાનનો છે  બોજો ખાસ. છે પ્રોજેક્ટસ અને પ્રેક્ટિકલની  પરીક્ષાની  ઘરમાળ નો બોજો ખાસ. છે એક તરફ ગૃહકાર્યનો તો બીજી બાજુ, આકાંક્ષા -અપેક્ષાનો બોજો દફ્તરનો બોજો ઉંચકતો વિદ્યાનો અર્થી બન્યો,  બાળ મજૂર શિક્ષણમાં થરકી                                                                       -'રુપાલી '